છોટુ હાથી
એક હતો હાથી,એનુ નામ છોટુ;
ટુંકી તેની પૂંછડી ને પેટ તેનુ મોટુ.
પગ તેના થાંભલા જેવા,ચાલે એ તો ધમ-ધમ;
જંગલ આખુ જાણી જાય,આવી સવારી ભમ-ભમ.
સસલુ ભાગે,હરણ ભાગે,ઝાડ પર ચઢે બંદર;
પારેવા ઊડે દૂર આકાશમાં,દરમાં ઘૂસે છછુંદર.
આખુ જંગલ હેરાન-પરેશાન,હવે કરીયે તો કરીયે શું?
હાથીભાઇ તો નહોતા આવા,ખબર નહિ થયુ છે શું?
ત્યાં તો કીડીબેન બોલ્યા,"ચાલો જઇએ દવાખાને "
ઊંચકીને બધા પશુ-પક્ષી,લઇ આવ્યા ડો.જિરાફ્ને.
ડો.જિરાફ આવ્યા,સાથે ચશ્મા લાવ્યા;
હાથીભાઇને પહેરાવ્યા,હવે બધા દેખાયા.
છોટુને તો જાણે નવી નવી આંખો મળી;
બધાને થઇ હાશ! કે મોટી દુર્ઘટના ટળી!!!
-----બિનલ નાકિયા
Comments